પ્રશ્ન મંચ ભાગ-3 નો જવાબ

નમસ્કાર મિત્રો
અહી પ્રશ્ન મંચ ભાગ-3 નો જવાબ રજુ કરું તે પહેલા એક બીજી વાત કરવી જરૂરી છે.આ વખતના પ્રશ્ન મંચમાં જવાબ આપવા માટે ગુજરાત બહારના મિત્રો પણ સામેલ થયા છે જે ખરેખર પ્રશંસનીય બાબત છે.ધીમે ધીમે વિજ્ઞાન માં લોકો રસ લેતા જાય છે એ બાબત જ આ વિભાગની સફળતા સૂચવે છે.
હવે મૂળ વાત કરીએ કે ગયા વિકમાં સવાલ આમ હતો

પ્રશ્ન-પૃથ્વીના વાતાવરણમાં પુન:પ્રવેશ કરતું અંતરીક્ષ યાન હવા સાથે ઘર્ષણ પામીને બળી જાય છે,તો પૃથ્વીના વાતાવરણ ને છોડીને સેકન્ડ દીઠ 11,200 મીટરના વેગે ભ્રમણકક્ષામાં જતું રોકેટ કેમ બળીને ખાખ થતું નથી?

ઘણા મિત્રો એ આ સવાલના અલગ અલગ જવાબો આપ્યા છે પરંતુ આ વખતે કોઈ મિત્ર આ સવાલનો જવાબ સંપૂર્ણ સાચો આપવામાં સફળ રહ્યા નથી.દરેક મિત્રો ના જવાબો અધૂરા રહ્યા છે.ખરેખર સવાલમાં જે વિગત આપી છે તેને સંપૂર્ણ રીતે સમજ્યા નથી.સાચો અને સંપૂર્ણ જવાબ નીચે મુજબ છે.


જવાબ-રોકેટનું ટેરવું ખાસ ધાતુ વડે બનેલા હીટશિલ્ડ થી મઢેલું હોય છે,આથી હવાના ઘર્ષણ સામે પણ ત્યાં નુકશાન થતું નથી.આ રક્ષણાત્મક આવરણ પર ચડાવેલું પડ બેસુમાર તાપમાનમાં આપોઆપ ઉખડતું રહે છે,જેથી ગરમી પણ તેની સાથે મુક્ત થતી રહે છે.
વાતાવરણનો નીચલો થર બહુ ઘટ્ટ હોય છે,જેને પાર કરતા સુધી રોકેટ પોતાનો વેગ ઝડપભેર વધારતું નથી.રોકેટનો પ્રથમ તબક્કો ખરી પડે ત્યાર બાદ જ બીજા અને ત્રીજા તબક્કામાં તેની ઝડપ વધે છે.અને અંતે ઉપલા વાતાવરણમાં હવા પાતળી અને ઠંડી હોય છે.તેથી રોકેટનો વેગ ત્યાં અત્યંત વધવા છતાં પણ હદ ઉપરાંત ઘર્ષણ તેને લાગતું નથી.
આનાથી ઉલટું પૃથ્વીમાં પુન:પ્રવેશ કરતા અવકાશયાન નો વેગ વાતાવરણના નીચલા થરની ઘટ્ટ હવામાં ખુબ જ વધે છે અને તેને અગ્નિદાહ લાગે છે.

આ પ્રશ્ન મંચમાં ભાગ લેનાર મિત્રોની નામાવલી 
1-પરમાર માંડણભાઈ-મોવાણ-ખંભાલીયા 
2-પ્રજાપતિ મનન-નર્મદા 
3-આહીર ગિરીશ-અમદાવાદ 
4-વૈદ્ય જાગૃત-રાજકોટ 
5-મિશ્રા નિતેશ-કુતિયાણા 
6-જોષી જયેશ-જાફરાબાદ 
7-મકવાણા મિલન-વરશિંગપુર પ્રા.શાળા 
8-ચૌધરી સંદિપ-ખેરાલુ 
9-પટેલ અંકુર-વિસનગર 
10-સુથાર જીગર-ઉચરપી 
11-ઠાકોર દશરથ-ગાંધીનગર 
12-ચૌહાણ હિમાંશુ-લખનૌ 
13-કડેવાલ ભાવેશ-અમરેલી 
14-વિરપરીયા જતિન-મોરબી 
15-રાઠોડ મીના-ખંભાલીયા 
16-વિપુલભાઈ-ભાવનગર 
17-જાદવ પ્રદીપસિંહ-નાવદ્રા,વેરાવળ 
18-મૈસુરીયા ચિરાગ-વલસાડ 
19-સાકરીયા પ્રફુલ-જામનગર 
20-દવે અભિષેક-સિધ્ધપુર,ખંભાલીયા 
21-તારક એમ.ડી.-ધાનેરા 
22-વાજા જીતેન્દ્ર-રાજુલા 
23-ધવલકુમાર દરજી-સંખેડા
24-મારવણિયા કૃણાલકુમાર જે.-શાપુર પે.સે.શાળા -તા. વંથલી. જિ. જૂનાગઢ
25-પટેલ અલ્પેશ-પાટણ 
26-પરમાર દેવરાજ-ગઢકા,કલ્યાણપુર 
27-દીપક પંચાલ-સાબરકાંઠા 
28-મેસવાણિયા સહેલ-રાજકોટ 
29-પટેલ સંજય-મુંબઈ 

આ તમામ મિત્રો કે જેઓ આ ચર્ચામાં જોડાણા તેમને ખુબ ખુબ અભિનંદન અને આવતા પ્રશ્ન મંચમાં પણ આપ આવો જ ઉત્સાહ દાખવશો તેવી અપેક્ષા 

મિત્રો ઉપરોક્ત જવાબની ચર્ચા આપ આપની  શાળા કક્ષાએ પ્રાર્થના સભામાં બાળકો સાથે અચૂક કરશો તેવું મારું નમ્ર નિવેદન છે. પ્રશ્ન મંચ ભાગ-4 આવતી કાલે આ બ્લોગ પર મુકવામાં આવશે

આભાર સહ......
ચંદન રાઠોડ 
Share: