પ્રશ્ન મંચ ભાગ-1 જવાબ

નમસ્કાર 
ગયા અઠવાડિયે પ્રશ્ન મંચ ભાગ-1 માં રજુ કરવામાં આવેલ સવાલ નો જવાબ આપવા માટે આપ સૌ મિત્રો ઉત્સાહ પૂર્વક જોડાણા તે માટે સૌનો આભાર

ગયા વિક નો સવાલ આમ હતો-પૃથ્વીના કેન્દ્રમાં એક કિગ્રા પદાર્થનું વજન કેટલું થાય?

ઘણા મિત્રોએ ખુબ જ સરસ અને સાચા જવાબો આપેલ છે તેમને ધન્યવાદ.સૌ પહેલા આ સવાલ નો સાચો જવાબ જોઈ લઈએ 

જવાબ-પૃથ્વીના કેન્દ્રમાં એક કિગ્રા પદાર્થનું વજન શૂન્ય કિગ્રા થાય કેમ કે કોઈ પણ પદાર્થનું વજન એટલે જે તે સ્થળ પર તે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ નું મુલ્ય.આ બળ અંતર પર આધારિત છે.પૃથ્વી ની સપાટી પરથી જેમ જેમ તેના કેન્દ્ર નજીક જતા જઈએ તેમ તેમ અંતર ઘટતું જાય છે અને ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય છે એટલે સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે કેન્દ્ર માં સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે પણ એવું નથી.કેન્દ્ર માં રહેલ પદાર્થ પર ફરતી તરફથી લાગતા ગુરુત્વાકર્ષણ બળ નો એક બીજા સાથે છેદ ઉડી જાય છે અને પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય બને છે એટલે કે ત્યાં પદાર્થનું વજન પણ શૂન્ય બને છે.

સાચો જવાબ આપનાર મિત્રોની નામાવલી 
1-લતીફ ખાન-પાલનપુર 
2-દેહુતી જોશી-ખંભાલીયા 
3-વિનોદ જોગડિયા - ભાવનગર 
4-કરંગીયા વિજય-બામણાસા 
5-મીના રાઠોડ-ખંભાલીયા 
6-દેવરાજ પરમાર-ટંકારા 
7-મીનાક્ષી બારોટ-નડીયાદ 
8-દુષ્યંત મહેતા-તાલાલા ગીર 
9-જતીન વિરપરીયા 
10-દિનેશ ટંડેલ-વલસાડ 

સૌથી સુંદર અને વિસ્તૃત સાચો જવાબ આપનાર 
1-સંદીપ ચૌધરી-મલેકપુર(ખે)) પગાર કેન્દ્ર શાળા , તા - ખેરાલુ, જી- મહેસાણા

જવાબ આપી આ પ્રશ્ન મંચ માં જોડાનાર અન્ય મિત્રો 
1-જયેશ ચૌધરી-પાલનપુર 
2-મુકેશ સોલંકી-ડીસા 

આ તમામ મિત્રો ને www.vigyan-vishwa.blogspot.in તરફથી ખુબ ખુબ અભિનંદન કે જેઓ આ પ્રશ્ન મંચ માં ભાગીદાર થયા અને વિજ્ઞાન ના રહસ્યો સમજવામાં રસ દાખવ્યો...........

પ્રશ્ન મંચ ભાગ-2 હવે પછી આ બ્લોગ પર રજુ થશે 





Share: