આધુનિક વિશ્વની અર્વાચીન અજાયબી -ચીનની મહાન દીવાલ

     
ચીનની મહાન દીવાલ મિત્રો આ અંકમાં આપણે ચીન ની મહાન દીવાલ વિશે ચર્ચા કરવાના છીએ.વિશ્વ ની સાત અજાયબીઓ માં આ દીવાલ સ્થાન ધરાવે છે.

ચંદ્ર પરથી પણ ચીન ની દીવાલ દેખાય છે તે વાત સાચી નથી.ધરતી પરનું સૌથી મોટું બાંધકામ ચીન ની દીવાલ છે એટલી વાત સાચી.મેપ દ્વારા જોતા ચીનની દીવાલ કેવી દેખાય તે નીચેના ચિત્ર માં જોય શકાય છે.ઈ.સ.પૂર્વે 220 માં ચીન પર મોંગોલ ના અવાર નવાર થતા આક્રમણ સામે રક્ષણ મેળવવા માટે આ દીવાલ બાંધવામાં આવી હતી.આ દીવાલ એક અંદાજ મુજબ 6700 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે.

આ દીવાલ ની ઉંચાઈ સરેરાશ 9 મીટર છે.દર 180 મીટર ના અંતરે ગઢ જેવા નિરીક્ષક મિનારા બાંધવામાં આવ્યા છે જે લગભગ 12 મીટર ઊંચા છે.દીવાલ ની ટોચ પરનો સળંગ રસ્તો એક લાઈન માં એકસાથે 10 સૈનિકો ચાલી શકે તેટલો પહોળો છે.આ દીવાલ નો પાયો 7.6 મીટર પહોળો છે.ઇતિહાસકારોના મંતવ્ય અનુસાર આ દીવાલ નું બાંધકામ પહેલીવાર શરુ કરવામાં આવ્યું ત્યારે 300000 મજુરો અને કારીગરો રોકવામાં આવેલા.જયારે બીજા તબક્કાના બાંધકામ વખતે આશરે 1000000 કારીગરો રોકેલ જેમાંના મોટાભાગ ના મજુરો રોગચાળાને લીધે મૃત્યુ પામ્યા હતા.

આમ ઘણી બધી જિંદગી ના ભોગે બનેલી આ મહાન દીવાલ આજે વિશ્વની અજોડ અજાયબી ગણાય છે.આ દીવાલ ચીન ને ઘણા લાંબા સમય સુધી મોંગોલ ના આક્રમણ સામે સુરક્ષિત રાખવામાં સહાયભૂત થઇ હતી. આજે ચીનના મુલાકાતે જતા પ્રવાસી માટે આ મહાન દીવાલ આકર્ષણ નું મુખ્ય કેન્દ્ર ગણાય છે.


મિત્રો આવતા અંકમાં વિશ્વની અજાયબી નંબર-4 ઇટલી નું કોલોસિયમ વિષે માહિતી મેળવીશું

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો


ચીન ની દીવાલ અંગે નો વિડીઓ જોવા માટે અહિ ક્લિક કરોShare: