પ્રશ્ન મંચ

નમસ્કાર મિત્રો
વિજ્ઞાન જેવા જટિલ લાગતા વિષય પ્રત્યે રસ અને રુચિ કેળવાય અને સરેરાશ વ્યક્તિ વિજ્ઞાન ને સમજી શકે તે માટે અહી આ વિજ્ઞાન પ્રશ્ન મંચ આપણી સમક્ષ રજુ કરી રહ્યો છું.અહી દર અઠવાડિયે એક વિજ્ઞાન નો સવાલ રજુ કરવામાં આવશે અને તમામ રસ ધરાવતા મિત્રો પાસેથી આ સવાલના જવાબો મેળવવામાં આવશે અને અંતે અહી સાચો જવાબ રજુ કરવામાં આવશે.બીજું કે જે મિત્રો સાચો જવાબ આપશે તેમના નામ સાથે અહી તેના જવાબને રજુ કરવામાં આવશે.દરેક સવાલનો અહી કારણો સાથે અને સરળ ભાષામાં જવાબ રજુ થશે.તો મિત્રો અહી આ વિભાગમાં રજુ થતા સવાલ માં તમે પણ ઉત્સાહપૂર્વક ભાગીદાર થજો અને વિજ્ઞાન ના રહસ્યો ને મન મુકીને માણજો

પ્રશ્ન-1 તા-21/02/2016

પૃથ્વીના કેન્દ્રમાં એક કિલોગ્રામ પદાર્થનું વજન કેટલું થાય?
જવાબ જોવા માટે  અહી ક્લિક કરો

પ્રશ્ન -2 તા-29/02/2016 

એક ત્રાજવાના એક પલ્લામા એક ઘન મીટર સુકી હવા અને બીજા પલ્લામા એક ઘન મીટર ભેજવાળી હવા જોખવામા આવે છે.બન્ને પર દબાણ અને તાપમાન સરખુ હોવનુ ધારી લો. બેમાથી કયું પલ્લુ નમેશા માટે?
જવાબ જોવા માટે  અહી ક્લિક કરો

પ્રશ્ન -3 તા-07/03/2016

પ્રશ્ન-પૃથ્વીના વાતાવરણમાં પુન:પ્રવેશ કરતું અંતરીક્ષ યાન હવા સાથે ઘર્ષણ પામીને બળી જાય છે,તો પૃથ્વીના વાતાવરણ ને છોડીને સેકન્ડ દીઠ 11,200 મીટરના વેગે ભ્રમણકક્ષામાં જતું રોકેટ કેમ બળીને ખાખ થતું નથી?
જવાબ જોવા માટે  અહી ક્લિક કરો

પ્રશ્ન-4 તા-14/03/2016

ચંદ્ર અમુક દિવસે અડધો પ્રકાશે છે તો અમુક દિવસે પૂરો 100% પ્રકાશે છે.આ રીતે હિસાબ માંડો તો અડધા ચંદ્ર કરતા આખા ચંદ્રનું અજવાળું બમણું હોવું જોઈએ પણ એવું નથી.પુનમના ચંદ્રનું અજવાળું બમણું નહિ પણ નવ ગણું વધારે હોય છે.આનું શું કારણ?
જવાબ જોવા માટે અહી ક્લિક કરો

પ્રશ્ન-5 તા-21/03/2016
પ્રશ્ન જોઈએ તે પહેલા નીચે આપેલ ચિત્ર જુઓ 


પ્રશ્ન-ઉપર આપેલ ચિત્રમાં સુર્યમાળાના એક અવકાશી ગોળાની ભ્રમણ કક્ષાનો થોડો ભાગ બતાવેલ છે.આ કક્ષા વર્તુળાકાર કે લંબગોળ હોવી જોઈએ,છતાં એવી કક્ષામાં ગોળો પોતે વાંકો ચૂકો માર્ગ પકડીને જ સફર ખેડે છે.આ અવકાશી ગોળો કયો છે અને તેનો પ્રવાસ માર્ગ સર્પાકાર કેમ છે?


જવાબ જોવા માટે અહી ક્લિક કરો

પ્રશ્ન-6 તા-28/03/2016

પૃથ્વીના વિષુવવૃત નું માપ 0 અક્ષાંશ છે એ વાત તો જાણીતી છે પણ વિષુવવૃત નું માપ 0 અક્ષાંશ જ કેમ છે? 10,15 કે અન્ય બીજું કેમ નહિ?


જવાબ જોવા માટે અહી ક્લિક કરો

પ્રશ્ન-7 તા-04/04/2016

સાર્વજનિક રસ્તા માટે મોટે ભાગે મર્ક્યુરી લાઈટને બદલે સોડીયમ લાઈટ વધુ વાપરવામાં આવે છે તેનું કારણ શું?


જવાબ જોવા  માટે અહી ક્લિક કરો