અમારી શાળા માટે એક અનોખુ દાન.........

 ગયા મહિને અમારી શાળામા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત બે વર્ગખંડો ડિઝિટલ સ્માર્ટ ક્લાસમા રુપાંતરિત પામ્યા હતા અને થોડા સમય પહેલા લોક સહયોગથી એક ક્લાસને ડિઝિટલ સ્માર્ટ ક્લાસ બનાવેલ હતો. આમ કુલ મળીને હાલ અમારી શાળામા ત્રણ વર્ગખંડો ડિઝિટલ સ્માર્ટ ક્લાસ બની ગયા છે અને આ સાથે જ અમારી શાળા  દેવ ભુમિ દ્વારકા જિલ્લાની સૌ પ્રથમ એવી સરકારી શાળા બની ગઇ કે જ્યા ત્રણ ક્લાસમા આવી સુવિધા હોય. 

આ ક્લાસમા શિક્ષણકાર્ય કંંઇક અલગ રીતે જ ચાલે છે અને બાળકો માટે તો જાણે સ્વર્ગ મળ્યુ હોય તેવો માહોલ છે.આ તમામ સુવિધા મળવા છતા અમને એક બાબત મુંઝવતી હતી કે જ્યારે શિક્ષણ કાર્ય શરુ હોય અને વચ્ચે લાઇટ જાય ત્યારે નિરાશાનુ એક મોજુ વર્ગખંડમા છવાઇ જતુ હતુ. આ બહુ મોટી સમસ્યા હતી. ગ્રામ્ય કક્ષાએ લાઇટની આ સમસ્યા સામાન્ય ગણાય પણ અમારા વર્ગખંડ માટે આ બહુ મોટી સમસ્યા હતી.

થોડા દિવસ પહેલા આકસ્મિક રીતે જ શ્રી શૈલેશભાઇ દાવડા અમારી શાળામા મુલાકાત માટે આવ્યા જેઓ હાલ બેંગલોરમા રહે છે અને એમની આ શાળાની મુલાકાત દરમિયાન તેઓ શાળાના કાર્યથી ખુબ જ પ્રભાવિત થયા અને તેમણે તરત જ બાળકો અને અમારી સમસ્યાને પામી લીધી. માત્ર થોડી ચર્ચાને અંતે તરત જ શાળાની સમસ્યા દુર કરવા માટે શાળાને અંદાજિત રુ.૨૩૦૦૦ જેટલી કિમ્મતનુ ઇંવર્ટર દાનમા આપ્યુ. તત્કાલિક ધોરણે આ ઇંવર્ટરને શાળામા ફીટ કરીને કાર્યાંવિત કરવામા આવ્યુ. ખરેખર અમારી જે સમસ્યા હતી તે દુર થઇ અને હવે અમારી શાળામા લાઇટ ના હોય તો પણ અમારુ શૈક્ષણિક કાર્ય અટકશે નહી.

આ બાબતે આજે એક વાત બરાબર સમજાણી કે જો ખરેખર દિલથી કોઇ પણ ઇચ્છા સેવવામા આવે તો ઇશ્વર કોઇ પણ સ્વરુપે એ ચોક્કસ પુર્ણ કરે જ છે. એને પુર્ણ કરવા માટે કોઇને કોઇ વ્યક્તિ દેવદુત સ્વરુપે તમારા સુધી મોકલે જ છે. ઇશ્વરનું જ એક સ્વરુપ ગણાતા બાળ દેવોની અને શાળાની સમસ્યા દુર કરનાર શ્રી શૈલેશભાઇ દાવડાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ........


  
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો