SHREE MOVAN PRIMARY SCHOOL-BAAL SANSAD ELECTION-LIVE SESSION

નમસ્કાર મિત્રો

આજ રોજ અમારી શાળામા બાળ સંસદનુ આયોજન કરવામા આવ્યુ હતું. અંદાજિત એક મહિનાથી આ આયોજન થઇ રહ્યુ હતુ. ઉમેદવારી ફોર્મથી લઇને રીઝલ્ટ જાહેર કરવાની તમામ વિધી વિશે ખુબ જ ઉંડાણપુર્વકનુ આયોજન કરવામા આવ્યુ. આ સમગ્ર પ્રક્રિયામા અમારી શાળા દ્વારા ડિઝિટલ ટેકનોલોજીનો ખુબ જ સરસ ઉપયોગ કરવામા આવ્યો છે. મત આપવા માટે મત કુટીરમા લેપટોપ રાખવામા આવ્યુ હતુ જેમા દરેક બાળક વારાફરતી પોતાને મન પસંદ ઉમેદવારની સામે ક્લિક કરી પોતાનો મત આપી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી હતી. આવતી કાલે આ ચુંટણી નુ પરીણામ અમે માત્ર એક જ ક્લિક દ્વારા જાહેર કરવાના છીએ.

આજે ઇલેક્શનના દિવસે આ સમગ્ર પ્રક્રિયા વિશ્વના કોઇ પણ વ્યક્તિ કે શાળા ઓન લાઇન જોઇ શકે તે માટે આ ઇલેક્શનને યુ-ટ્યુબમા લાઇવ પ્રસારીત કરવામા આવ્યુ હતુ. જેથી અન્ય શાળાના શિક્ષક મિત્રો અને બાળકોને પણ માહિતિ મળી રહે.

આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન અમારી શાળા સાથે અમારા જિલ્લાના શિક્ષણાધિકારી સાહેબ પણ લાઇવ જોડાયા હતા અને ચુંટણીમા ઉભા રહેનાર ઉમેદવાર બાળકો સાથે લાઇવ વાર્તાલાપ કર્યો હતો તેમજ મજબુત લોકશાહી માટે ચુંટણી પ્રક્રિયાનુ કેટલુ મહત્વ છે તેના વિશે પણ બાળકોને સુંદર માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

જુનાગઢથી શ્રી બળદેવ પરી સાહેબ પણ અમારી શાળાના આ લાઇવ સેશનમા જોડાયા હતા અને બાળકો અને શિક્ષકો સાથે સુંદર વાર્તાલાપ કર્યો હતો. સમગ્ર ગુજરાતમા પ્રાથમિક શાળામા આવા પ્રકારની બાળ સંસદની ચુંટણીનું આવુ આયોજન પ્રથમ વખત કરવામા આવ્યુ છે.

આ સમગ્ર ચુંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે અમારી શાળાના આચાર્ય શ્રી, તમામ સ્ટાફ મિત્રો અને શાળાના તમામ બાળકોએ ખુબ જ સુંદર સાથ અને સહકાર પુરો પાડેલ છે.લાઇવ સેશનમા અમારી શાળા સાથે જોડાઇને અમને પ્રેરણા પુરી પાડનાર તમામ મહાનુભાવો અને આ લાઇવ સેશન ને પોતાની શાળામાથી ઓન લાઇન જોનાર તમામ મિત્રોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.

બાળ સંસદ લાઇવ સેશન જોવા માટે અહિ ક્લિક કરો

અમારી સાથે લાઇવ જોડાનાર મહાનુભાવો વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો