લોકભાગીદારીનું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ





આજે લોકભાગીદારીનું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ સામે આવ્યું. વાત એમ છે કે થોડા સમય પહેલા અમારી શાળા (શ્રી મોવાણ પ્રાથમિક શાળા તા-જામખંભાલિયા જિ- દેવભુમિ દ્વારકા) ના તમામ સ્ટાફ મિત્રોએ એક સપનુ જોયુ કે આપણી શાળામા એક ક્લાસને આપણે ડિઝિટલ સ્માર્ટ ક્લાસ બનાવીએ. આ માટે આર્થિક પાસાની ચર્ચા કરી.ઘણી ચર્ચાને અંતે નક્કિ થયુ કે આ માટે શક્ય એટલો લોકફાળો લેવામા આવે અને ગામના લોકોનો સહયોગ લઈને શાળાનું સપનુ પુરૂ કરીએ.આ માટે ૨૬ જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામા આવ્યો અને આજે આ પ્રજાસતાક દિન ઉજવણીમા અમે અમારા સપનાની રજુઆત કરી. રજુઆતની સાથે જ લોકફાળો શરૂ થયો.જોત જોતામા કોલફાળો રૂ.૩૪,૦૦૦ એ પહોંચી ગયો અને અમારી શાળાના સપનાને વાસ્તવિક સ્વરૂપ મળવાનુ પ્રથમ પગથિયુ અમે પાર કરી લીધું. અમારે હજુ પણ થોડા લોકા સહયોગની જરૂર છે આને અમને વિશ્વાસ છે કે ખુબ જ ટુંક સમયમા અમને આ સહયોગ પ્રાપ્ત થઈ જશે. ખુબ જ ઝડપથી અમે અમારી શાળાના એક ક્લાસને ડિઝિટલ સ્માર્ટ ક્લાસમા રૂપાંતરીત કરીશુ. આજ રોજ અમારી શાળાને જે સહયોગ આપ્યો તે માટે હુ સમગ્ર શાળા પરિવાર વતી ખુબ જ આભાર વ્યક્ત કરુ છુ અને આશા રાખુ છુ કે ભવિષ્યમા પણ આપણી આ શાળાને આવો જ લોકસહયોગ મળતો રહેશે. 
Share:

સંબંધિત પોસ્ટ:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો