મિત્રો અહી આપને પૃથ્વીની આસ પાસ ફરતા ઉપગ્રહોની કક્ષાઓ વિષે થોડી માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આમ તો કક્ષાના મુખ્ય બે પ્રકાર છે જેમાં પ્રથમ વિષુવવૃતીય કક્ષા અને બીજી ધ્રુવીય કક્ષાનો સમાવેશ થાય છે પરંતુ અહી તેના દરેક પેટા પ્રકારની પણ માહિતી આપવામાં આવી છે.નીચેની આકૃતિ માં મુખ્ય બે કક્ષાઓ બતાવવામાં આવી છે.
હવે મુખ્ય પેટા કક્ષાઓ વિષે વિગતવાર માહિતી જોઈએ
1-લો અર્થ ઓરબીટ
-આ કક્ષાનો ફલક 160 કિમી ઉંચેથી શરુ કરી 320 કિમી ઉંચે સુધી પથરાય છે.
-આ કક્ષામાં સેટેલાઈટ ને ગોઠવવાનો ફાયદો એ કે તેના લોન્ચિંગ માટે ઓછા શક્તિશાળી રોકેટ વડે કામ ચાલી જાય છે.
-આ કક્ષાનો ગેર ફાયદો એ છે કે અહી સેટેલાઈટ પૃથ્વીની દરેક પ્રદક્ષિણા એકાદ બે કલાકમાં જ કરી નાખતો હોવાથી પૃથ્વીના એકેય ભૌગોલિક સ્થળ પર લાંબો સમય રહેતો નથી તેથી તેને સંદેશાવ્યવહાર માટે વાપરી શકાય નહિ
-જાસુસી માટેના સેટેલાઈટ મોટા ભાગે આ કક્ષામાં હોય છે.
-નીચેની આકૃતિમાં પૃથ્વીથી સૌથી નજીકની લાલ રંગ ની કક્ષા આ પ્રકારની કક્ષા દર્શાવે છે.
2-લંબ ગોળ કક્ષા
-ઉપરની આકૃતિમાં બતાવ્યા મુજબ પૃથ્વીથી ચોથા નંબરની કક્ષા લંબ ગોળ કક્ષા છે.
-પૃથ્વીના સંદર્ભમાં આ કક્ષાનું શિરોબિંદુ apogee તેના નિમ્ન બિંદુ parigee કરતા અનેકગણું ઊંચું હોય છે.
-રશિયા પોતાના ટેલીફોનીક વાર્તાલાપો ના સેટેલાઈટ આ કક્ષામાં ગોઠવે છે.
3-ધ્રુવીય ભ્રમણ કક્ષા
-અહી સેટેલાઈટ ઉતર-દક્ષિણ નો પ્રવાસ કરે છે.
-રીમોટ સેન્સીંગ અને મેપિંગ માટેના સેટેલાઈટ આ કક્ષામાં હોય છે.
-ભારતનો કાર્ટોસેટ-1 ઉપગ્રહ આ ભ્રમણ કક્ષામાં 618 કિમી ઉંચે રહી દિવસમાં 14 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે
-હવામાન અને પર્યાવરણના અભ્યાસ માટે ના સેટેલાઈટ આ કક્ષામાં ઘૂમી રહ્યા છે.જુઓ નીચેની આકૃતિ
4-ભૂસ્થીર ભ્રમણ કક્ષા
-અંતરીક્ષની સૌથી મુલ્યવાન કક્ષા છે.
-પૃથ્વીની સપાટીથી 35786કિમી ઊંચાઈ પર આ કક્ષા આવેલી છે
-આ કક્ષાના દરેક સેટેલાઈટ 2,64,600 કિમી ના પરિઘમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે
-પૃથ્વીના ધરી ભ્રમણ સાથે આ સેટેલાઈટ તાલ મિલાવે છે એટલે પૃથ્વી પરથી જોતા તે હમેશા સ્થિર માલુમ પડે છે
-પૃથ્વી ફરતે આવા ત્રણ સેટેલાઈટ ગોઠવી દેવામાં આવે તો સમગ્ર પૃથ્વીને તે આવરી લે છે
-ટીવી ના લાઈવ પ્રસારણ અને ટેલીકોમ્યુનીકેશન માં આ સેટેલાઈટ વપરાય છે
-નીચેની આકૃતિમાં આ સેટેલાઈટની ભ્રમણ કક્ષા બતાવેલ છે.
ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
આ બાબતનો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો