જાતે બનાવો-તમારુ પોતાનું તારા મંડળ


મિત્રો આજની આ પોસ્ટ આપને ખુબ જ ઉપયોગી થાય તે હેતુથી અહી મુકવાનો પ્રયત્ન કરેલ છે.

પ્રાથમિક કક્ષાએ જયારે ખગોળ શાસ્ત્ર વિષે ભણાવવાનું આવે ત્યારે આપણને તારા મંડળ જરૂર યાદ આવે છે કેમ કે તારા અને નક્ષત્રો વિષે ભણાવતી વખતે આપણે દિવસના સમયે વર્ગખંડ માં હોઈએ છીએ અને જે બાબત ભણાવવાની છે તે ખરેખર રાત્રી દરમિયાન બનતી ઘટના આધારિત હોય છે.રાત્રી દરમિયાન જો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ આકાશ દર્શન કરાવીને પાઠ ભણાવવામાં આવે તો ખરેખર તે પાઠ અત્યંત રસપ્રદ બની રહે પરંતુ આ દર વખતે શક્ય હોતું નથી.આ માટે આપણે શાળાની નજીક ના કોઈ તારા મંડળ એટલે કે planetarium ની મુલાકાત ગોઠવી શકીએ પણ આ વાત પણ દર વખતે શક્ય હોતી નથી.અઆવા સમયે આપણને એમ જરૂર લાગે કે આપણી શાળામાં એક નાનકડું તારા મંડળ હોય તો કેવું સારું

મિત્રો શું તમે તમારી શાળા કે તમારા ઘરે આવું સરસ તારા મંડળ બનાવવા માગો છો?

આ કામ આપણે ધારીએ છીએ તેટલું અઘરું નથી.તારા મંડળ મુખ્ય બે પ્રકારના હોય છે જે હું અહી વિસ્તૃત રીતે સમજાવવાનો છું.પ્રથમ પ્રકાર પ્રમાણમાં સરળ અને સસ્તો છે જયારે બીજો પ્રકાર થોડો મોંઘો અને જટિલ છે.શાળા કક્ષાએ તારા મંડળ માટે પ્રથમ પ્રકાર યોગ્ય રહેશે

1-સાદું તારા મંડળ

આ તારા મંડળ બનાવવા માટે નીચેની વસ્તુ જરૂરી છે
1-LED લાઈટ
2-થર્મોકોલ ના વાટકા નંગ-1
3-સોય
4-તારા મંડળ દર્શાવતા નકશાઓ

આ તારા મંડળ બનાવવા માટે સૌ પ્રથમ એક થર્મોકોલ નો મોટી સાઈઝ નો વાટકો લો.તારાઓના ઝૂમખાં મુજબ વાટકા પર ડીઝાઈન બનાવો અને આ ડીઝાઈન માં જે તે તારા ના સ્થાન પર સોય વડે કાણા પાડો.કાણા પડતી વખતે તારા અને ગ્રહ ની સાઈઝ ને ખાસ ધ્યાન માં લેજો અને તે મુજબ કાણા ની સાઈઝ કરજો.આ કાણા પાડેલ વાટકાને યોગ્ય સ્ટેન્ડ પર ગોઠવી તેની અંદર LED લાઈટ ફીટ કરી દો.તમારું તારા મંડળ તૈયાર છે.અહી નમુના માટે સ્ટીલના વાટકામાં તારાઓ ની ડીઝાઈન બનાવેલ છે તે જુઓ અને તે મુજબ તમે થર્મોકોલ ના વાટકામાં ડીઝાઈન કરી શકો

અલગ અલગ મહિનાના તારા મંડળ ના નકશા માટે  અહી ક્લિક કરો
હવે તમારા વર્ગ ખંડમાં પૂરતા પ્રમાણ માં અંધારું કરી રૂમ ની છત પર આ વાટકા માંથી તારા નો પ્રકાશ પાડો.તમે જે રીતે વાટકામાં તારા ની ડીઝાઈન બનાવેલ હશે તેવી ડીઝાઈન તમને છત પર જોવા મળશે અને તમે પાઠમાં આવતા તારા જૂથો વિષે સરળતાથી બાળકોને સમજાવી શકશો અને એકદમ સસ્તા માં તમે શાળા માં તારા મંડળ બનાવી શકશો
હવે નંબર -2 તારા મંડળ વિષે વાત કરીએ જે પ્રમાણ માં વધુ જટિલ અને ખર્ચાળ છે

2-જટિલ તારા મંડળ

આ તારા મંડળ બનાવવા માટે નીચેની વસ્તુ જરૂરી છે
1-ડોમ
2-લેપટોપ કે કોમ્પ્યુટર
3-તારા મંડળ નો સોફ્ટવેર
4-પ્રોજેક્ટર
5-હાફ ડોમ મિરર

આ દરેક વિષે વિસ્તૃત માહિતી મેળવીએ
1-ડોમ

ડોમ એટલે અર્ધ વર્તુળાકાર છત.આ પ્રકારની ડોમ તમે સિમેન્ટ કોન્ક્રીટ વડે બનાવી શકો અથવા તો સરળ અને સસ્તી રીતે બનાવવા માંગતા હો તો તમે કાર્ડ બોર્ડ કે પૂંઠા નો ઉપયોગ પણ કરી શકો.આ ડોમ બનાવવા માટે તમારે 40 ત્રિકોણ આકાર ના અને 10 લંબ ચોરસ આકારના પૂંઠા ની જરૂર પડશે. ત્રિકોણ અને લંબ ચોરસ આકારના પૂંઠા કાપ્યા બાદ તેને એક બીજા જોડે કેવી રીતે જોડવા તે માટે નીચેની આકૃતિ નો અભ્યાસ કરોઆમ ઉપર મુજબ ડોમ બનાવી શકો અને જો તમારે વધુ મોટું ડોમ બનાવવું હોય તો પૂંઠા ની સંખ્યા અને આકાર વધારી દો તો પણ ચાલે

2-લેપટોપ કે કોમ્પ્યુટર અને તારા મંડળ નો સોફ્ટવેર

હવે તમારા પીસી કે લેપટોપ માં એક સોફ્ટવેર ડાઉનલોડ કરી લો જે તમને આકાશ દર્શન માટે તમારા લોકલ સ્થાન  મુજબ તારા મંડળ નો નકશો રજુ કરશે.આ સોફ્ટવેર કેવી રીતે ડાઉનલોડ કરવો અને તેને કેવી રીતે વાપરવો તેની માહિતી માટે અહી ક્લિક કરો

4-પ્રોજેક્ટર અને હાફ ડોમ મિરર

તમારા પીસી કે લેપટોપ ને તમારા પ્રોજેક્ટર સાથે જોડી દો.હાફ ડોમ મિરર એ એક પ્રકારનો બહિર્ગોળ અરીસો જ છે જેને પ્રોજેક્ટર સામે આવતા પ્રકાશ સામે મુકવાનો છે જેથી પ્રોજેક્ટર ના પ્રકાશ દ્રશ્ય નું પરાવર્તન અરીસા વડે થઇ ને અંતિમ દ્રશ્ય ડોમ ની સપાટી પર પડે.ડોમ પર વ્યવસ્થિત રીતે તારા મંડળ ના દ્રશ્ય માટે પ્રોજેક્ટર અને અરીસાને યોગ્ય ખૂણે ગોઠવો.આ માટે નીચેની આકૃતિ ઉપયોગી થશેઆવા પ્રકારનું તારા મંડળ વધુ જટિલ અને વધુ ખર્ચાળ છે પણ તારા મંડળ નું સચોટ પ્રોજેક્શન માટે આ ખુબ જ ઉપયોગી  છે.

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે  અહી ક્લિક કરો
Share: