તંદુરસ્તી ને લગતી વાયકાઓ અને વાસ્તવિકતાઓ ભાગ-1

નમસ્કાર મિત્રો 
આપણા શરીર અને સ્વાસ્થ્ય બાબતે ઘણી બધી વાયકાઓ છે,જેમનો વાસ્તવિકતા સાથે મેળ જામતો નથી.અમુક તદ્દન ખોટી છે,તો અમુક માં અતિશયોક્તિ ના સ્વરૂપે ઘણી ખોટ રહી જવા પામી છે.તબિયત અને તંદુરસ્તી અંગે વ્યાપક રીતે ફેલાયેલી વાયકાઓ ને અહી વાસ્તવિકતા સાથે રજુ કરવામાં આવી છે.

વાયકા નંબર-1

ગળી ચીજો ખાવાથી ડાયાબીટીસ ની શક્યતા વધે છે......

વાસ્તવિકતા 

ડાયાબીટીસ એ વખતે થાય છે કે જયારે શુગર ને પચાવવા માટે શરીર માં જરૂરી ઇન્સ્યુલીન પેદા કરી શકાતું નથી અથવા તો પેદા થતું ઇન્સ્યુલીન સુગર ને ન્યાય આપી શકતું નથી.આ રોગ આનુવંશીક છે તેથી એ રોગ ના વારસાગત જીન્સ ન ધરાવતી વ્યક્તિ ગમે તેટલી ગળી વસ્તુ ખાય અને વજન સપ્રમાણ જાળવે તો એને ડાયાબીટીસ થાય નહિ.જીન્સ હોય તો આ રોગ થવાનો ચાન્સ ઘણો વધી જાય છે.

Image result for sweets

ડાયાબીટીસ થવા માટે ખાંડ કરતા મેંદો વધુ ગુનેગાર ગણાય તેમ છે.ઘઉં ના અત્યંત બારીક દળેલા અને સફેદી માટે હાનીકારક રસાયણો વડે બ્લીચ કરેલા લોટ નો ડાયાબીટીસ સાથે સીધો સંબંધ હોવાથી ચીને 2011 માં મેંદા પર કાનૂની પ્રતિબંધ મૂકી દીધો.યુરોપિયન યુનિયન ના ઘણા બધા દેશો તો લોટ ના બ્લીચીંગ ને ક્યારના ગેર કાયદેસર ઠરાવી ચુક્યા છે.જયારે અહી ભારત માં ઘઉં નો 50% કરતા વધુ પુરવઠો Wheat flour ને બદલે White flour એટલે કે મેંદા તરીકે વપરાય છે.પિઝા,બિસ્કીટ થી માંડી નુડલ્સ વગેરે ના સ્વરૂપે મેંદો ખાવામાં ભારતીયો નંબર વન છે.

બ્લીચીંગ કરેલો મેંદો ડાયાબીટીસ માટે જવાબદાર કેમ છે તે જોઈએ.પેન્ક્રીઆસ ના ઇન્સ્યુલીન પેદા કરતા બીટા નામના કોષો માટે ઝેરી ગણાતું alloxan રસાયણ મેંદા માં હોય છે.ઉંદર જેવા ઘણા સજીવો પર પ્રયોગો દ્વારા જાણવા મળ્યું કે આ રસાયણ type-1 ડાયાબીટીસ માટે જવાબદાર છે.બ્લીચીંગ વાળા સફેદ મેંદા માં એલોક્ઝેન ઉપરાંત કેન્સર કારક બ્રોમેટ,ક્લોરાઈડ વગેરે જેવા ઘણા નુકસાન કારક રસાયણો પણ હોય છે.

વાયકા નંબર-2

કાટ લાગેલી ખીલી વાગે તો કાટને લીધે ધનુર્વા થાય..........

વાસ્તવિકતા 

લોખંડ ના કાટ સાથે ધનુરવા ને કોઈ જ સંબંધ નથી.આ રોગ ના ચેપ માટે Clostridium tetani નામના બેક્ટેરિયા જવાબદાર છે.આ બેક્ટેરિયા એનેરોબીક પ્રકારના છે એટલે કે જીવતા રહેવા માટે તેઓ ઓક્સિજન વાપરતા નથી.સામાન્ય રીતે મળ મુત્ર જેવી ગંદકી ધરાવતી માટીના ઉપલા સ્તરમાં આ બેક્ટેરિયા વસે છે.નકામી ખીલીઓ પણ મોટે ભાગે આવી માટીમાં પડેલી હોય છે અને ભેજ ને લીધે ભષ્મીભવન થઇ તેને કાટ લાગ્યો હોય છે.

Image result for rusted iron nails

આવી ખીલી વાગ્યા પછી થતા જખમ માં વખત જતા ધનુરવા થાય તેના માટે ખીલીનો કાટ જરા પણ જવાબદાર નથી.બેક્ટેરિયા વડે દુષિત માટી જખમ માં પ્રવેશે ત્યારે ચેપ લાગુ પડે છે.સામાન્ય ઈલાજ તરીકે બેન્ડ-એઇડ જેવી પટ્ટી લગાવીએ ત્યારે ઘા સંપૂર્ણ ઢંકાઈ જતા બેક્ટેરિયા ને હવા સાથે સંપર્ક રહેતો નથી,તેથી અંદર ખાને તેઓ જોર શોરથી ફૂલે ફાલે છે અને પોતાનું ઝેર વધુ ફેલાવે છે.કાટ વાળી ખીલીમાં સામાન્ય રીતે માટી ચોટેલી હોય છે એટલે ધનુરવા માટે કાટ જવાબદાર છે એવું માની લેવામાં આવે છે.
માટીને લીધે ખીલીને જોખમી ગણવી જોઈએ અને આવી ખીલી વાગે ત્યારે ઘા ને બરાબર એન્ટીસેપ્ટિક વડે સાફ કરવો જોઈએ.ધનુરવા સામે રક્ષણ આપતી ઈમ્યુનાઈઝેશન વેક્સીન નું ઇન્જેક્શન લેવાનું અને સરેરાશ 10 વર્ષે તેનો ફરી બુસ્ટર ડોઝ લેવાનું પણ જરૂરી છે.

મિત્રો આવી વધુ વાયકાઓ અને વાસ્તવિકતાઓ ભાગ-2 માં રજુ કરવામાં આવશે

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Share: