અમેરિકાના પ્રમુખની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?


દુનિયાની સૌથી વિકસિત લોકશાહી અમેરિકાની ગણાય છે છતાં ત્યાં પ્રમુખને ચૂંટી કાઢવાનો લોકતાંત્રિક હક સીધો મતદારોને નથી .અમેરિકાના પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા બહુ અટપટી છે અહી સરળ રીતે તેને
સમજાવવાનો પ્રયત્ન કરેલ છે 

1-પ્રથમ રાઉન્ડ -ચૂંટણી પહેલાની પ્રાયમરી ચૂંટણી 

 • અમેરિકામાં ડેમોક્રેટિક અને રીપબ્લીકન એમ બે જ પક્ષો છે .પ્રમુખ પદ માટે બંને પક્ષ પોતાના ઉમેદવારોને જુદા જુદા રાજ્યો માં ઉતારે છે .
 • બંને પક્ષના કરોડો મતદારો તેમાં ભાગ લે છે જેમનું કામ પક્ષના રાષ્ટ્રીય અધિવેશન માટે પ્રતિનીધીઓની પસંદગી કરવાનું છે .
 • ઉમેદવારને તેઓ બારોબાર  પસંદ કરી શકતા નથી 
 • ઉમેદવારને ટેકો આપવા માંગતા પ્રતિનિધિ કોણ એ મતદારોને ખબર હોય એટલે તેઓ પોતાના પસંદ ઉમેદવારના તરફ્દારને જ મત આપે છે 
 • આમ તેઓ પરોક્ષ રીતે રોલ ભજવે છે 

2-બીજો રાઉન્ડ -પક્ષના ઉમેદવારની પસંદગી 


 • પ્રાયમરી ચૂંટણી પાંચ મહિના ચાલે છે.બંને પક્ષો ત્યાર બાદ પોતપોતાના ચૂંટાયેલા પ્રતિનીધીઓનું રાષ્ટ્રીય અધિવેશન યોજી પ્રમુખ પદ માટે પક્ષના ઉમેદવાર ની સતાવાર પસંદગી કરે છે 
 • અધિવેશન વખતે બેનર અને પ્રચાર જોવા મળે છે 
3-ત્રીજો રાઉન્ડ -પ્રમુખના પસંદગીકારોની પસંદગી 


 • દર ચાર વર્ષે યોજાતી ચૂંટણી માટે નવેમ્બરના પહેલા સોમવાર પછીનો મંગળવાર નક્કી થયો છે 
 • આ વખતે લોકો મતદાન પ્રમુખ માટે કરતા નથી.ઈલેક્ટરલ કોલેજ તરીકે ઓળખાતા ખાસ બંધારણીય સંગઠન ના રાજ્યવાર સભ્યોને તેઓ ચૂંટે  છે 
 • દરેક રાજ્ય સંસદના બંને ગૃહોમાં પોતાના જેટલા ધારાસભ્યો હોય એટલી સંખ્યાના ઇલેક્ટર ને ચૂંટી કાઢે છે 
 • ઈલેક્ટરલ કોલેજના આવા સભ્યો કુલ 538 હોય છે 
 • પોતે ચૂંટાયા બાદ તેઓ પ્રમુખને ચૂંટે છે 
 • વિજય માટે ઉમેદવારને મીનીમમ 270 મત મળવા જરૂરી છે કેટલાય પ્રમુખો આ ચૂંટણી પ્રકિયા ને અનુસર્યા વગર વ્હાઈટ હાઉસ માં પ્રવેશ્યા  છે  • ઈલેક્ટરલ કોલેજમાં એકેય ઉમેદવારને સ્પષ્ટ બહુમતી ન મળે તો સંસદના House Of Representative કહેવાતા ગૃહના ધારાસભ્યો મોખરાના ત્રણ પૈકી એક ઉમેદવારને પ્રમુખ તરીકે ચૂંટે છે 
 • ઉપપ્રમુખની ચૂંટણી આવા કેસમાં Senate નામનું બીજું ગૃહ કરે છે 
 • ઈલેક્ટરલ કોલેજના સભ્યોને એટલે કે પ્રમુખના પસંદીકારોને ચૂંટવા માટે નાગરિકો જે મત આપે તેને પોપ્યુલર મત કહે છે 
 • પ્રમુખની ચૂંટણી આવા મતોને આધારે થતી નથી છતાં પણ 2000માં અમેરિકાની સર્વોચ્ચ અદાલતે તે મતોને ધ્યાનમાં લીધા અને જ્યોર્જ ડબલ્યુ બુશ ને વ્હાઈટ હાઉસમાં પ્રવેશ આપ્યો 
                                                               સંકલન-ચંદન રાઠોડ  

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો


Share: