અંતર,સમય અને ગતિ - નવોદય ઓનલાઈન ક્લાસ - UNIT TEST

 

નવોદય ઓનલાઈન ક્લાસ

અંતર,સમય અને ગતિ – ૧   

સંકલન  કરનાર – ચંદન રાઠોડ

 

 

 

 

 


         નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો

(1)   એક વ્યક્તિ 600 મીટર લંબાઈવાળા પૂલને 5 મીનીટમાં પસાર કરે છે,તો તેની ઝડપ કિમી/કલાક માં શોધો.

(A)  3.6                    (B) 7.2                    (C) 8.4                    (D) 9.6    

(2)  60 કિમી/કલાકની ઝડપને કિમી/મિનિટ માં બદલો.

(A)  1                  (B) 2                  (C) 3            (D) 4

(3)  એક ટ્રેન દિલ્હીથી સવારે 8 વાગે આગ્રા જવા રવાના થાય છે.જો આગ્રા અને દિલ્હી વચ્ચે અંતર 200 કિમી હોય,અને ટ્રેનની ઝડપ 40 કિમી/કલાક હોય,તો તે ટ્રેન બપોરે કેટલા વાગે આગ્રા પહોંચશે?

  (A) 2                              (B) 3                              (C) 4                       (D) 1   

(4) એક રેલગાડીની ઝડપ 40 કિમી/કલાક છે.આ રેલગાડી 2  કલાકમાં કેટલું અંતર કાપશે?

(A)  100 કિમી           (B) 30 કિમી            (C) 80 કિમી     (D) 90 કિમી

            (5) એક ટ્રેન 54 કિમી/કલાકની ઝડપે ચાલે છે.90 મીટરની લંબાઈવાળા પ્લેટફોર્મને કેટલી સેકન્ડમાં પસાર કરશે?

                (A) 5                               (B)  6                                 (C) 8                              (D) 10

            (6) બે વ્યક્તિ સવારે 7:30 વાગે એકબીજાની સામ-સામે ચાલવાનું શરુ કરે છે.જો તેઓની ગતિ 4 કિમી/કલાક અને 6 કિમી/કલાક અને બંને વચ્ચેનું અંતર 25 કિમી હોય,તો તેઓ બંને એકબીજાને કેટલા વાગે મળશે?

                 (A) સવારે 10:00                  (B) સવારે 10:30               (C) સવારે 8:30          (D) સવારે 9:30

 (7) એક ગાડીને 180 કિમીનું અંતર કાપતા 4 કલાક લાગે છે,આટલું જ અંતર 3 કલાકમાં કાપવા ગાડીએ કેટલી ઝડપ વધારવી પડે?

       (A) 60 કિમી/કલાક           (B) 45 કિમી/કલાક           (C) 30 કિમી/કલાક                   (D) 15 કિમી/કલાક

(8) આરવ 31 ડીસેમ્બર 1993 એ રાતના 9:30 વાગે સૂતો અને 1 જાન્યુઆરી 1994 એ સવારે 6:20 વાગે જાગ્યો,તો તે કેટલા કલાક સૂતો?

       (A) 9 કલાક 30 મિનિટ       (B) 8 કલાક 50 મિનિટ       (C) 8 કલાક 30 મિનિટ        (D) 9 કલાક 10 મિનિટ

(9) કોઈ એક વર્ષે 7 જૂને રવિવાર હતો,તો તે જ વર્ષે 20 જૂને કયો દિવસ હોય?                         

      (A) રવિવાર                      (B) મંગળવાર                       (C) ગુરુવાર                     (D) શનિવાર

 

(10) એક ગાડીની મુસાફરીની શરૂઆતમાં મીટર 678.3 કિમી દર્શાવે છે, મુસાફરીના અંતે મીટર 913.5 કિમી દર્શાવે છે.તો આ ગાડીએ મુસાફરી દરમિયાન કેટલું અંતર કાપ્યું?

      (A) 931.5 કિમી                     (B) 687.3 કિમી                (C) 235.2 કિમી             (D) 1591.7 કિમી

Share:
વધુ વાંચો

નવોદય ગણિત પ્રેક્ટીસ બુક

નમસ્કાર
મિત્રો અહી આપના માટે નવોદય પરીક્ષાની તૈયારી કરવા માટે ગણિત વિભાગ "સંખ્યાજ્ઞાન" પ્રકરણ માટે એક પ્રેકટીસ બુક આપવામાં આવી છે.જેમાં આ એક જ પ્રકરણના જુદા જુદા વિભાગ મુજબ કુલ ૧૮૦ જેટલા પ્રશ્નો આપેલા છે.જવાબો લખવા માટે બુકમાં પુરતી જગ્યા આપવામાં આવી છે.
આ બુકના અંતે દરેક પ્રશ્નોના ઉકેલ અને સાચા જવાબો માટે QR CODE આપવામાં આવ્યા છે જેને ક્લિક કરવાથી અથવા મોબાઈલમાં સ્કેન કરવાથી જે તે પ્રશ્ના ઉકેલ માટેનો વિડીયો ખુલશે.કુલ પ્રશ્નો ૧૮૦ છે અને દરેક પ્રશ્ન માટે વિડીયોમાં સમજુતી આપવામાં આવી છે.

પ્રેક્ટીસ બુક ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 
Share:
વધુ વાંચો

નવોદય પરીક્ષા તૈયારી પેપર-3

આજ રોજ અમારી શાળાના ધોરણ-૩ અને ૪ નાં બાળકો માટે નવોદય પરીક્ષા તૈયારી માટે એક ૨૦ ગુણની ટેસ્ટ લેવામાં આવી હતી.ઘણા મિત્રોની એવી ઈચ્છા હતી કે આ પેપર તેમના બાળકો કે તેમની શાળાના બાળકો ને પણ મળે એટલે તેમના માટે અહી પી.ડી.એફ.સ્વરૂપે આ પેપર મૂકી રહ્યો છું.આપ અહીથી આ પેપર ડાઉનલોડ કરી શકશો.

પેપર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 
Share:
વધુ વાંચો

ધો- ૩ આસપાસ સત્ર-૨ - ઓફલાઈન કોમ્પ્યુટર ક્વિઝ

નમસ્કાર
અહી ધોરણ-૩ સત્ર-૨  આસપાસ વિષય માટે થોડા પાઠની ઓફલાઈન ક્વિઝ આપવામાં આવી છે જે આપ માત્ર કોમ્પ્યુટર પર જ રમી શકશો. જે તે પાઠના નામ પર ક્લિક કરી આપ તે ક્વિઝ ડાઉનલોડ કરી શકશો.

૧- રમતા -રમતા 
૨- આપણા સાથી 
૩- કેટલા રે કેટલા 
૪- પાણી બચાવીએ
૫- ડાબું-જમણું 
૬- સુંદર કપડાં 
૭- જીવનનું જાળું 
૮- મારો તાલુકો 

આ સિવાયના ધોરણ-૩ સત્ર-૨ આસપાસ વિષયના આગળના અન્ય પાઠની ક્વિઝ માટે અહી કિલક કરો 
Share:
વધુ વાંચો

નવોદય પરીક્ષા તૈયારી માટે ઓનલાઈન ટેસ્ટ-૧

મિત્રો,
શું આપણું બાળક ધો-૩ કે ૪ માં ભણે છે અને નવોદય પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે?

જો હા, તો આ પોસ્ટ આપના બાળક માટે ઉપયોગી સાબિત થશે. અહી નવોદય પરીક્ષાની તૈયારીના ભાગરૂપે એક ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવી છે જેમાં નવોદય પરીક્ષામા આવતા માનસિક યોગ્યતા કસોટી વિભાગના "સમાન આકૃતિ શોધો"ભાગના ૨૦ પ્રશ્નો મુકવામાં આવ્યા છે.આપ આ પ્રશ્નોના યોગ્ય જવાબ ક્લિક કરશો એટલે અંતે આપને કેટલા જવાબ સાચા અને ખોટા પડયા તેની માહિતી પણ મળી જશે.આ ટેસ્ટ આપ ગમે તેટલી વાર આપી શકશો પણ આ ટેસ્ટ તા-૨૭/૧/૨૦૨૦ સમય-સાંજે ૯:૦૦ વાગ્યાથી તા-૩૦/૧/૨૦૨૦ સમય-સાંજે ૯:૦૦ વાગ્યા સુધી જ આપી શકશો. ત્યારબાદ આ ટેસ્ટ બંધ કરી દેવામાં આવશે.ફરી સમયાંતરે બીજા વિભાગની ટેસ્ટ પણ મુકવામાં આવશે.જે આપના બાળકને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થશે.

ટેસ્ટ આપવા અહી ક્લિક કરો 
Share:
વધુ વાંચો

ધો- ૫ આસપાસ- નકશો બનાવીએ - ઓફલાઈન કોમ્પુટર ક્વિઝ

નમસ્કાર મિત્રો
અહી આપના માટે ધોરણ-5  આસપાસ પાઠ- નકશો બનાવીએ માટે કોમ્યુટરમાં રમી શકાય તેવી ક્વિઝ આપવામાં આવી છે. આ ક્વીઝમાં વિકલ્પવાળા પ્રશ્નો, ખરું-ખોટું, જોડકા જોડો, સાચા જવાબને શોધો વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ આપની શાળામાં બાળકોના પુનરાવર્તન અને પુન: કસોટી માટે આ ક્વિઝનો ઉપયોગ કરી શકો છો.

ક્વિઝ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Share:
વધુ વાંચો

ધો- ૪ આસપાસ- તેજલ અમદાવાદમાં - ઓફલાઈન કોમ્પુટર ક્વિઝ

નમસ્કાર મિત્રો
અહી આપના માટે ધોરણ - ૫   આસપાસ વિષયના બીજા સત્રનો "તેજલ અમદાવાદમાં" પાઠ માટે કોમ્યુટરમાં રમી શકાય તેવી ક્વિઝ આપવામાં આવી છે. આ ક્વીઝમાં વિકલ્પવાળા પ્રશ્નો, ખરું-ખોટું, જોડકા જોડો, સાચા જવાબને શોધો વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ આપની શાળામાં બાળકોના પુનરાવર્તન અને પુન: કસોટી માટે આ ક્વિઝનો ઉપયોગ કરી શકો છો.

ક્વિઝ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Share:
વધુ વાંચો

ધો- ૩ આસપાસ- પત્રનો પ્રવાસ - ઓફલાઈન કોમ્પુટર ક્વિઝ

નમસ્કાર મિત્રો
અહી આપના માટે ધોરણ-3   આસપાસ પાઠ- પત્રનો પ્રવાસ માટે કોમ્યુટરમાં રમી શકાય તેવી ક્વિઝ આપવામાં આવી છે. આ ક્વીઝમાં વિકલ્પવાળા પ્રશ્નો, ખરું-ખોટું, જોડકા જોડો, સાચા જવાબને શોધો વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ આપની શાળામાં બાળકોના પુનરાવર્તન અને પુન: કસોટી માટે આ ક્વિઝનો ઉપયોગ કરી શકો છો.

ક્વિઝ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Share:
વધુ વાંચો

નવોદય પરીક્ષા ટેસ્ટ પેપર-૨

આજ રોજ અમારી શાળાના ધોરણ-૩ અને ૪ નાં બાળકો માટે નવોદય પરીક્ષા તૈયારી માટે એક ૨૦ ગુણની ટેસ્ટ લેવામાં આવી હતી.ઘણા મિત્રોની એવી ઈચ્છા હતી કે આ પેપર તેમના બાળકો કે તેમની શાળાના બાળકો ને પણ મળે એટલે તેમના માટે અહી પી.ડી.એફ.સ્વરૂપે આ પેપર મૂકી રહ્યો છું.આપ અહીથી આ પેપર ડાઉનલોડ કરી શકશો.

પેપર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 
Share:
વધુ વાંચો