લેબલ AKAASH DARSHAN સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ AKAASH DARSHAN સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

STELLARIUM SOFTWARE-MORE VIDEOES

નમસ્કાર
આપણે આગળની પોસ્ટમા જે Stellarium Software ને કેમ ડાઉનલોડ કરવો તેની માહિતિ મેળવી હતી.આજે આ પોસ્ટમા આ સોફ્ટવેર વિશે વધુ થોડી માહિતિ મેળવીશુ.

આ સોફ્ટટવેરમા તમારુ લોકેશન કેમ સેટ કરવુ?

          

આ સોફ્ટવેરમા ભાષા કેમ સેટ કરવી?

         

આ સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો?

         
Share:
વધુ વાંચો

STELLARIUM SOFTWARE-HOW TO DOWNLOAD AND INSTALL?

નમસ્કાર મિત્રો 
પ્રાથમિક કક્ષાએ જયારે ખગોળ શાસ્ત્ર વિષે ભણાવવાનું આવે ત્યારે આપણને તારા મંડળ જરૂર યાદ આવે છે કેમ કે તારા અને નક્ષત્રો વિષે ભણાવતી વખતે આપણે દિવસના સમયે વર્ગખંડ માં હોઈએ છીએ અને જે બાબત ભણાવવાની છે તે ખરેખર રાત્રી દરમિયાન બનતી ઘટના આધારિત હોય છે.રાત્રી દરમિયાન જો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ આકાશ દર્શન કરાવીને પાઠ ભણાવવામાં આવે તો ખરેખર તે પાઠ અત્યંત રસપ્રદ બની રહે પરંતુ આ દર વખતે શક્ય હોતું નથી.આ માટે આપણે શાળાની નજીક ના કોઈ તારા મંડળ એટલે કે planetarium ની મુલાકાત ગોઠવી શકીએ પણ આ વાત પણ દર વખતે શક્ય હોતી નથી.અઆવા સમયે આપણને એમ જરૂર લાગે કે આપણી શાળામાં એક નાનકડું તારા મંડળ હોય તો કેવું સારું

જો કે આ કામ આપણે આપણા કોમ્પ્યુટર મા પણ કરી શકીએ છીએ.આ માટે તમારે તમારા કોમ્પ્યુટરમા એક સોફ્ટવેર ડાઉનલોડ કરવો પડશે.આ સોફ્ટવેર કેવી રીતે ડાઉનલોડ કરવો તેનુ માર્ગદર્શન આપવા માટે અહિ એક વિડિયો મુકેલ છે.ડાઉનલોડ કર્યા બાદ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે ના વિડિયો હવે પછી ક્રમશ: મુકવામા આવશે 

આ વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો  
Share:
વધુ વાંચો

ચાલો ગ્રહણને સમજીએ

મિત્રો તા-09/03/2016 ના રોજ સંપૂર્ણ સૂર્ય ગ્રહણ થવાનું છે જે ભારતમાંથી દેખાશે નહિ.આ ગ્રહણ એ ખગોળીય ઘટના છે અને શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને આના વિષે માહિતી આપવી જરૂરી છે જેથી આજે હું અહી સૂર્ય ગ્રહણ વિષે થોડી માહિતી રજુ કરી રહ્યો છું.આ માહિતી નો ઉપયોગ કરી તમે શાળા કક્ષાએ બાળકોને ગ્રહણ દેખાડી શકશો અને વધુ માહિતી આપી શકશો
મિત્રો સૂર્ય ગ્રહણ હમેશા અમાસ ના દિવસે થાય છે જયારે ચંદ્ર ગ્રહણ પૂનમ ના દિવસે.આમ છતાં પણ દર અમાસે અને દર પૂનમે ગ્રહણ થતું નથી તેનું કારણ એ છે કે ગ્રહણ થવા માટે સૂર્ય,ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવવા જરૂરી છે.અને આ ત્રણેય એક જ સમતલ માં હોવા પણ જરૂરી છે તો જ ગ્રહણ થાય.આવું દર અમાસે અને પૂનમે થતું નથી.

સૂર્ય ગ્રહણ-આ સમયે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જવાથી ચંદ્ર નો પડછાયો પૃથ્વી પર પડે છે તેટલા ભાગ માં સૂર્ય દેખાતો નથી એટલે સૂર્ય ગ્રહણ થયું એમ કહેવાય

ચંદ્ર ગ્રહણ-આ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જવાથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે એટલે ચંદ્રનો તેટલો ભાગ દેખાતો નથી જેને ચંદ્ર ગ્રહણ કહે છે.અહી આપણે સૂર્ય ગ્રહણ વિષે વિગતે માહિતી મેળવીએ 

સૂર્ય ગ્રહણ ના પ્રકારો 
1-અંશત: સૂર્ય ગ્રહણ 
2-કંકણ આકારનું સૂર્ય ગ્રહણ 
3-સંપૂર્ણ સૂર્ય ગ્રહણ 
4-મિશ્ર પ્રકાર 

1-અંશત: સૂર્ય ગ્રહણ 
જયારે ચંદ્ર નો થોડો ભાગ કે અમુક ભાગ સૂર્ય ને ઢાંકે છે ત્યારે આ પ્રકારનું ગ્રહણ થાય છે અને નીચે મુજબ ના ચિત્ર માં આપેલ છે તેવો સૂર્ય દેખાય છે 

આ પ્રકારના ગ્રહણ વખતે ચંદ્ર ની માત્ર પ્રછાયા જ પૃથ્વીના અમુક ભાગ પર પડે છે જે નીચે ની ઈમેજમાં જોઈ શકાય છે.

જયારે આવા પ્રકારનું ગ્રહણ થાય છે ત્યારે ચંદ્ર કેવી રીતે સૂર્યને ઢાંકે છે તે નીચેની ઈમેજમાં બતાવેલ છે 

2-કંકણ આકારનું સૂર્ય ગ્રહણ 
આ પ્રકારના સૂર્ય ગ્રહણ વખતે ચંદ્રની છાયા અને પ્રછાયા બંને જ્યાં ભેગા થતા હોય ત્યાં આ પ્રકારનું ગ્રહણ જોવા મળે છે જેમાં ચંદ્ર સુર્યની મોટા ભાગની સપાટીને ઢાંકી દે છે અને માત્ર સુર્યની કિનારી પ્રકાશિત રહે છે જેથી કંકણ જેવી આકૃતિ બને છે.જુઓ નીચેની ઈમેજ 







3-સંપૂર્ણ સૂર્ય ગ્રહણ 
જ્યારે ચંદ્ર વડે સંપૂર્ણ રીતે સૂર્ય ઢંકાઈ જાય અને પૃથ્વી પરથી તે દેખાતો બંધ થઇ જાય ત્યારે આ પ્રકારનું ગ્રહણ બને છે.જુઓ નીચેની ઈમેજ 





4-મિશ્ર પ્રકાર 
અહી આ પ્રકાર ના નામ મુજબ અહી દરેક જગ્યાએથી અલગ અલગ પ્રકારના ગ્રહણ જોવા મળે છે એટલે તેને મિશ્ર પ્રકાર કહે છે જેમ કે ભારતમાંથી કોઈ ગ્રહણ સંપૂર્ણ ગ્રહણ હોય તો બીજા દેશમાં તે ગ્રહણ સંપૂર્ણ ના પણ હોય અને બીજા જ કોઈ પ્રકારનું હોય.જુઓ નીચેની ઈમેજ 



અહી એક જ ગ્રહણ બે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારનું દેખાય છે.

મિત્રો તા-09/03/2016 ના રોજ જે સૂર્ય ગ્રહણ થવાનું છે તેની થોડી માહિતી મેળવી લઈએ.આ દિવસે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ થવાનું છે જે ઇન્ડોનેશિયામાંથી વધુ સારી રીતે દેખાશે.UTC સમય મુજબ કેટલા વાગે ગ્રહણ શરુ થશે અને કેટલા વાગે પૂર્ણ થશે તેમજ પૃથ્વીના ક્યાં ભાગ માંથી જોઈ શકાશે તે જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરી માહિતી મેળવો 

પૃથ્વીના ગોળા પર ગ્રહણ જોવા માટે અહી ક્લિક કરો
નકશા પર ગ્રહણ જોવા માટે અહી ક્લિક કરો

દુનિયાના ક્યાં ભાગો પરથી આ ગ્રહણ ને જોઈ શકાશે તેની માહિતી નીચેની ઈમેજ માં જુઓ 
Map of the total solar eclipse of March 2016




Share:
વધુ વાંચો

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન-ઇન્ફોગ્રાફિક્સ

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ છે, જેમાં માનવ રહી શકે છે. પૃથ્વીથી લગભગ ૩૫૦થી ૪૩૧ કિલોમીટર જેટલી ઊંચાઈએ ભ્રમણકક્ષામાં ફરતું આ સ્ટેશન સૂર્યશક્તિથી ચાલે છે અને તેની વિશાળ સૌર પેનલ્સ મળીને એની લંબાઈ પહોળાઈ ફૂટબોલ મેદાન જેટલી છે. કલાકના મહત્તમ ૨૭,૯૦૦ કિલોમીટરની ઝડપે ફરી શકતું આ સ્ટેશન દર ૯૦ મિનિટે પૃથ્વી ફરતે એક ચક્કર લગાવે છે, એટલે કે આપણા એક દિવસમાં ૧૬ વાર (ચોક્કસ આંકડો કહીએ તો ૧૫.૭ વાર) આ સ્પેસ સ્ટેશન આપણા પરથી પસાર થઈ જાય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આ સ્પેસ સ્ટેશનમાં વસતા લોકો માટે દિવસમાં ૧૬ વાર સૂર્ય ઊગે અને આથમે છે! આ સ્પેસ સ્ટેશન તેના નામ પ્રમાણે કોઈ એક દેશની માલિકીનું નથી. યુએસએની નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશન), રશિયાની રોસ્કોસમોસ (રશિયન ફેડરલ સ્પેસ એજન્સી), જાપાનની જાક્સા (જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી), જુદા જુદા યુરોપિયન દેશોની ઇએસએ (યુરોપિયન સ્પેસ એજન્સી) અને કેનેડાની સીએએ (કેનેડિયન સ્પેસ એજન્સી) સંસ્થાઓએ સાથે મળીને આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. સંખ્યાબંધ સ્પેશ મિશનના અંતે નવેમ્બર ૧૯૯૮માં આ સ્પેસ સ્ટેશન લોન્ચ થયું.  ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ બેડરુમ-હોલ-કિચનના એપાર્ટમેન્ટ કરતાંય મોટી રહેવાની જગ્યા છે. તેમાં બે બાથરુમ, એક જિમ્નેશિયમ પણ છે. અહીં એક સાથે વધુમાં વધુ ૧૦ અવકાશયાત્રી રહી શકે છે અને કેટલાક સંજોગમાં ફક્ત બે કે ત્રણ અવકાશયાત્રીઓએ પણ આ ગઢ સંભાળ્યો છે. આ સ્પેસ સ્ટેશનની તમામ સિસ્ટમ્સ તેમાં રહેલાં બાવન કમ્પ્યુટર્સની મદદથી કંટ્રોલ થાય છે. પૃથ્વીથી આ સ્પેસ સ્ટેશન સુધી સતત આવનજાવન ચાલતી રહે છે અને ઘણી વાર સ્પેસ સ્ટેશનમાં જરુરી સાધન-સામગ્રી પહોંચાડવા માટે માનવરહિત રોકેટ પણ આંટાફેરા કરતાં રહે છે. પૃથ્વીથી સ્પેસ સ્ટેશન સુધીની મુસાફરીમાં અગાઉ બે દિવસ લાગતા હતા, પણ હવે ફક્ત છ કલાક જેટલો સમય લાગે છે. આ સ્પેસ સ્ટેશનમાં રહેતા વિજ્ઞાનીઓ બાયોલોજી, હ્યુમન બાયોલોજી, ફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરે વિષયો પર લગભગ શૂન્ય ગુરુત્વાકર્ષણ અને અવકાશના વાતાવરણમાં જ થઈ શકે એવા વિવિધ પ્રયોગો કરતા રહે છે. પૃથ્વી કરતાં તદ્દન વિપરિત અને અનેક રીતે મુશ્કેલ સંજોગમાં ચાર-છ મહિના સુધી સ્પેસ શટલમાં રહેતા વિજ્ઞાનીઓને મનોરંજન માટે ફિલ્મ, ટીવી શો, પુસ્તકો, સંગીત વગેરેની સગવડ હોય છે, પણ મોટા ભાગના અવકાશયાત્રીઓ કહે છે કે સ્પેસ સ્ટેશનની વિશાળ બારીઓમાંથી અવકાશ અને પૃથ્વી જોવામાં જે આનંદ છે તેની તોલે બીજું કશું આવતું નથી!
મિત્રો અહી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને સમજવા માટે નીચે એક સરસ મજાનું ઇન્ફોગ્રાફિક્સ આપેલ છે જેમાં વધુ માહિતી મળી જશે 
Share:
વધુ વાંચો

વર્ષ ૨૦૧૬ નું અવકાશી ઘટનાનું કેલેંડર

જે મિત્રોને આકાશ દર્શન કરવાનો શોખ છે તે મિત્રો પોતાના વ્યસ્ત જીવન માંથી પણ આકાશ દર્શન કરવાનો સમય કાઢી લેતા હોય છે.આપણે જે જગ્યા પર રહીએ છીએ ત્યાના આકાશ માં દર રોજ કઈક ને કંઈક આકાશી ઘટનાઓ બનતી હોય છે જેને જોવાનું આપણે ચુકી જતા હોઈએ છીએ અથવા તો આપણને ક્યાં સમયે કઈ ઘટના થવાની છે તેની અગાઉથી જાન હોતી નથી.ઘટના પૂરી થઇ જાય પછી ખબર પડે કે આજે તો સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ વગેરે કંઈક હતું અને ત્યારે આપણે ખુબ જ અફસોસ કરીએ છીએ.આવો અફસોસ કરવો નાં પડે એટલા માટે આપણી જોડે આવી ઘટનાની માહિતી અગાઉથી હોવી જોઈએ.

મિત્રો એટલા માટે હું ખાસ આપના માટે ઈન્ટરનેટ ના ખાંખા ખોળા કરીને એક સરસ મજાની માહિતી શોધી લાવ્યો છું.વર્ષ-2016 દરમિયાન ક્યારે ક્યારે અને કઈ કઈ મહત્વની અવકાશી ઘટનાઓ ઘટવાની છે તેનું ટાઈમ ટેબલ અહી રજુ કરું છું.તમે તેનો ઉપયોગ રેડી રેફરન્સ તરીકે કરી શકો છો.અહી માહિતી અંગ્રેજી ભાષામાં છે પણ તેને સમજવી બહુ અઘરી પણ નથી.

તો તૈયાર થઇ જાઓ આ વર્ષની આવનારી અવકાશી ઘટના ના સાક્ષી બનવા માટે
કેલેંડર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
નોંધ-કેલેન્ડર ને ઝૂમ કરીને વિગત વાંચજો

ઈમેજ સ્ત્રોત-space.com
Share:
વધુ વાંચો

જાણો ચંદ્રની કળાઓ તમારી જાતે


નમસ્કાર મિત્રો 

આજે હું અહી આપના માટે ચંદ્ર ને લગતી થોડી માહિતી લાવ્યો છું.ઘણી વખત આપણને તારીખ યાદ હોય છે પણ તિથી યાદ હોતી નથી.જે તે દિવસે અવકાશમાં ચંદ્રનું સ્થાન ક્યાં છે તેની પણ માહિતી હોતી નથી.જો કે તેમાં ચિંતા કરવાની જરૂર નથી.આજના ટેકનોલોજી ના યુગ માં બધું જ આપણા ખિસ્સામાં આવી ગયું છે.હું અહી આજે આના વિષે ચર્ચા કરીશ

મિત્રો વર્ષના કોઈ પણ મહિના ની કોઈ પણ તારીખે આકાશમાં ચંદ્રની કઈ કળા છે તે જાણવું ખુબજ સરળ છે.અહી હું એક લિંક આપી રહ્યો છું જેના પર ક્લિક કરવાથી કોઈ પણ મહિનાનું કેલેન્ડર ખોલી શકશો અને તેમાં દરેક દિવસની ચંદ્રની કળાઓ વિષે માહિતી મેળવી શકશો

કોઈ પણ દિવસે ચંદ્રની કળા જાણવા માટે અહી ક્લિક કરો

મિત્રો અહી એક સરસ મજાની મોબાઈલ એપ પણ છે જેના દ્વારા તમે દર રોજ ચંદ્ર ની કળા,તેની ઉમર,તેની બ્રાઈટનેસ,તે કઈ રાશિમાં છે,પૃથ્વીથી તેનું અંતર,અમાસ નો દિવસ અને પૂનમ નો દિવસ ક્યારે છે વગેરે જાણી શકશો.આ ઉપરાંત તમે સુર્યની સ્થિતિ અને તેના વિશેની માહિતી પણ જાણી શકશો

આ એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

મિત્રો ચંદ્ર પર તમારું વજન કેટલું થાય તે જાણવું છે? તો નીચેની લિંક પર ક્લિક કરી તેમાં તમારું વજન એન્ટર કરો અને યુનિટ માં કિલોગ્રામ સિલેક્ટ કરી CALCULATE પર ક્લિક કરો.ચંદ્ર પર આપનું વજન કેટલું હોય તેની માહિતી આપને મળી જશે.

ચંદ્ર પર આપનું વજન જાણવા માટે અહી ક્લિક કરો


Share:
વધુ વાંચો

જાતે બનાવો-તમારુ પોતાનું તારા મંડળ


મિત્રો આજની આ પોસ્ટ આપને ખુબ જ ઉપયોગી થાય તે હેતુથી અહી મુકવાનો પ્રયત્ન કરેલ છે.

પ્રાથમિક કક્ષાએ જયારે ખગોળ શાસ્ત્ર વિષે ભણાવવાનું આવે ત્યારે આપણને તારા મંડળ જરૂર યાદ આવે છે કેમ કે તારા અને નક્ષત્રો વિષે ભણાવતી વખતે આપણે દિવસના સમયે વર્ગખંડ માં હોઈએ છીએ અને જે બાબત ભણાવવાની છે તે ખરેખર રાત્રી દરમિયાન બનતી ઘટના આધારિત હોય છે.રાત્રી દરમિયાન જો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ આકાશ દર્શન કરાવીને પાઠ ભણાવવામાં આવે તો ખરેખર તે પાઠ અત્યંત રસપ્રદ બની રહે પરંતુ આ દર વખતે શક્ય હોતું નથી.આ માટે આપણે શાળાની નજીક ના કોઈ તારા મંડળ એટલે કે planetarium ની મુલાકાત ગોઠવી શકીએ પણ આ વાત પણ દર વખતે શક્ય હોતી નથી.અઆવા સમયે આપણને એમ જરૂર લાગે કે આપણી શાળામાં એક નાનકડું તારા મંડળ હોય તો કેવું સારું

મિત્રો શું તમે તમારી શાળા કે તમારા ઘરે આવું સરસ તારા મંડળ બનાવવા માગો છો?

આ કામ આપણે ધારીએ છીએ તેટલું અઘરું નથી.તારા મંડળ મુખ્ય બે પ્રકારના હોય છે જે હું અહી વિસ્તૃત રીતે સમજાવવાનો છું.પ્રથમ પ્રકાર પ્રમાણમાં સરળ અને સસ્તો છે જયારે બીજો પ્રકાર થોડો મોંઘો અને જટિલ છે.શાળા કક્ષાએ તારા મંડળ માટે પ્રથમ પ્રકાર યોગ્ય રહેશે

1-સાદું તારા મંડળ

આ તારા મંડળ બનાવવા માટે નીચેની વસ્તુ જરૂરી છે
1-LED લાઈટ
2-થર્મોકોલ ના વાટકા નંગ-1
3-સોય
4-તારા મંડળ દર્શાવતા નકશાઓ

આ તારા મંડળ બનાવવા માટે સૌ પ્રથમ એક થર્મોકોલ નો મોટી સાઈઝ નો વાટકો લો.તારાઓના ઝૂમખાં મુજબ વાટકા પર ડીઝાઈન બનાવો અને આ ડીઝાઈન માં જે તે તારા ના સ્થાન પર સોય વડે કાણા પાડો.કાણા પડતી વખતે તારા અને ગ્રહ ની સાઈઝ ને ખાસ ધ્યાન માં લેજો અને તે મુજબ કાણા ની સાઈઝ કરજો.આ કાણા પાડેલ વાટકાને યોગ્ય સ્ટેન્ડ પર ગોઠવી તેની અંદર LED લાઈટ ફીટ કરી દો.તમારું તારા મંડળ તૈયાર છે.અહી નમુના માટે સ્ટીલના વાટકામાં તારાઓ ની ડીઝાઈન બનાવેલ છે તે જુઓ અને તે મુજબ તમે થર્મોકોલ ના વાટકામાં ડીઝાઈન કરી શકો

અલગ અલગ મહિનાના તારા મંડળ ના નકશા માટે  અહી ક્લિક કરો




હવે તમારા વર્ગ ખંડમાં પૂરતા પ્રમાણ માં અંધારું કરી રૂમ ની છત પર આ વાટકા માંથી તારા નો પ્રકાશ પાડો.તમે જે રીતે વાટકામાં તારા ની ડીઝાઈન બનાવેલ હશે તેવી ડીઝાઈન તમને છત પર જોવા મળશે અને તમે પાઠમાં આવતા તારા જૂથો વિષે સરળતાથી બાળકોને સમજાવી શકશો અને એકદમ સસ્તા માં તમે શાળા માં તારા મંડળ બનાવી શકશો
હવે નંબર -2 તારા મંડળ વિષે વાત કરીએ જે પ્રમાણ માં વધુ જટિલ અને ખર્ચાળ છે

2-જટિલ તારા મંડળ

આ તારા મંડળ બનાવવા માટે નીચેની વસ્તુ જરૂરી છે
1-ડોમ
2-લેપટોપ કે કોમ્પ્યુટર
3-તારા મંડળ નો સોફ્ટવેર
4-પ્રોજેક્ટર
5-હાફ ડોમ મિરર

આ દરેક વિષે વિસ્તૃત માહિતી મેળવીએ
1-ડોમ

ડોમ એટલે અર્ધ વર્તુળાકાર છત.આ પ્રકારની ડોમ તમે સિમેન્ટ કોન્ક્રીટ વડે બનાવી શકો અથવા તો સરળ અને સસ્તી રીતે બનાવવા માંગતા હો તો તમે કાર્ડ બોર્ડ કે પૂંઠા નો ઉપયોગ પણ કરી શકો.આ ડોમ બનાવવા માટે તમારે 40 ત્રિકોણ આકાર ના અને 10 લંબ ચોરસ આકારના પૂંઠા ની જરૂર પડશે. ત્રિકોણ અને લંબ ચોરસ આકારના પૂંઠા કાપ્યા બાદ તેને એક બીજા જોડે કેવી રીતે જોડવા તે માટે નીચેની આકૃતિ નો અભ્યાસ કરો



આમ ઉપર મુજબ ડોમ બનાવી શકો અને જો તમારે વધુ મોટું ડોમ બનાવવું હોય તો પૂંઠા ની સંખ્યા અને આકાર વધારી દો તો પણ ચાલે

2-લેપટોપ કે કોમ્પ્યુટર અને તારા મંડળ નો સોફ્ટવેર

હવે તમારા પીસી કે લેપટોપ માં એક સોફ્ટવેર ડાઉનલોડ કરી લો જે તમને આકાશ દર્શન માટે તમારા લોકલ સ્થાન  મુજબ તારા મંડળ નો નકશો રજુ કરશે.આ સોફ્ટવેર કેવી રીતે ડાઉનલોડ કરવો અને તેને કેવી રીતે વાપરવો તેની માહિતી માટે અહી ક્લિક કરો

4-પ્રોજેક્ટર અને હાફ ડોમ મિરર

તમારા પીસી કે લેપટોપ ને તમારા પ્રોજેક્ટર સાથે જોડી દો.હાફ ડોમ મિરર એ એક પ્રકારનો બહિર્ગોળ અરીસો જ છે જેને પ્રોજેક્ટર સામે આવતા પ્રકાશ સામે મુકવાનો છે જેથી પ્રોજેક્ટર ના પ્રકાશ દ્રશ્ય નું પરાવર્તન અરીસા વડે થઇ ને અંતિમ દ્રશ્ય ડોમ ની સપાટી પર પડે.ડોમ પર વ્યવસ્થિત રીતે તારા મંડળ ના દ્રશ્ય માટે પ્રોજેક્ટર અને અરીસાને યોગ્ય ખૂણે ગોઠવો.આ માટે નીચેની આકૃતિ ઉપયોગી થશે



આવા પ્રકારનું તારા મંડળ વધુ જટિલ અને વધુ ખર્ચાળ છે પણ તારા મંડળ નું સચોટ પ્રોજેક્શન માટે આ ખુબ જ ઉપયોગી  છે.

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે  અહી ક્લિક કરો
Share:
વધુ વાંચો

આકાશ દર્શન કરો તમારા લેપટોપ કે પીસી દ્વારા

નમસ્કાર મિત્રો 
આ અગાવ ની પોસ્ટમાં આકાશ દર્શન ની વાત કરેલ જેમાં એક સરસ મોબાઈલ એપ ની વાત હતી.અહી આકાશ દર્શન ની અધુરી વાત આગળ વધારીએ

ઘણા મિત્રો એવું ઇચ્છતા હશે કે લેપટોપ કે પીસી પરથી આકાશ દર્શન કરવું હોય તો શું કરવું પડે? અહી આજે આના વિષે ચર્ચા કરીએ 
મિત્રો જો આપ લેપટોપ કે પીસી દ્વારા આકાશ દર્શન કરવા માંગતા હોય તો તેના માટે તમારે તમારા લેપટોપ કે પીસી માં એક સોફ્ટવેર ડાઉનલોડ કરવો પડશે જે તમને આકાશ દર્શન માટે ખુબ જ ઉપયોગી થશે અને આ સોફ્ટવેર હાલ ઘણા બધા તારા મંડળો માં વપરાય છે.આ સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ તેને કેવી રીતે વાપરવો તેની થોડી માહિતી મેળવી લઈએ 

આ સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરો.જે સ્ક્રીન ખુલે ત્યારે તે સ્ક્રીન ની ડાબી બાજુ કર્સર લઇ જશો એટલે એક મેનુ ખુલશે
તે મેનુંના પ્રથમ સબ મેનુ પર ક્લિક કરી તમારું કરંટ લોકેશન સિલેક્ટ કરો અને ત્યાર બાદ default સિલેક્ટ કરો.હવે આ સોફ્ટવેર તમે જે જગ્યા પર છો ત્યાનું લોકલ આકાશ તમને સ્ક્રીન પર બતાવશે.આ ઉપરાંત તમે બીજા ઘણા બધા મેનુ અને સબ મેનુ નો ઉપયોગ કરી વધુ માહિતી મેળવી શકશો.કર્સર વડે તમે સ્ક્રીન ને ઝૂમ પણ કરી શકશો તેમજ કોઈ ગ્રહ ને ઝૂમ કરીને એકદમ નજીક થી જોઈ પણ શકશો

નીચે આપેલ લિંક પર ક્લિક કરી જે પેજ ખુલે તેમાં તમારા લેપટોપ કે પીસી મુજબ કોઈ એક મેનુ પર ક્લિક કરી આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકશો 

સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે  અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ને કેમ વાપરવો તેના માટે નો વિડીયો જુઓ  અહી ક્લિક કરો

Share:
વધુ વાંચો

તમારા માથા પરનું સ્વર્ગ નિહાળો -આકાશ દર્શન

નમસ્કાર મિત્રો 
ઘણા લાંબા સમય પછી નવી પોસ્ટ મુકવાનો સમય મળ્યો છે.કામ ની વ્યસ્તતા ને લીધે આવું બન્યું છે.
આજે હું આકાશ દર્શન વિશે વાત કરવા માગું છું.મેં વિચાર્યું છે કે આ આખું અઠવાડિયું આકાશ દર્શન ની જ ચર્ચા કરું કેમ કે આ વિષય જ એટલો વિશાળ છે કે પુરતો સમય જરૂરી છે.
મિત્રો અત્યાર નો સમય ખરેખર આકાશ દર્શન કરવાનો ઉતમ સમય છે કેમ કે અત્યારે આકાશ વાદળા વગરનું ચોખ્ખું હોય છે.આકાશ દર્શન કરવા એ પણ એક કળા છે અને તેમાં ખગોળ શાસ્ત્ર નું જ્ઞાન હોવું જરૂરી છે તેમજ થોડી ધીરજ પણ જરૂરી ખરી.મિત્રો આજના વ્યસ્ત જગત માં ઘણા ઓછા લોકો એવા હશે જેમને ખરેખર યાદ હશે કે તેમણે છેલ્લે ક્યારે આકાશ તરફ ધ્યાન થી જોયું છે? મોટા ભાગ ના લોકો ને આવી ઘટના યાદ પણ નહિ હોય કે તેમણે ક્યારે આકાશ તરફ ધ્યાન પૂર્વક જોયું હતું

મિત્રો આજે આપણે જે ધરતી પર રહીએ છીએ ત્યાં ના આકાશ માં દર રોજ કેટલા બધા ગ્રહો,લઘુ ગ્રહો , કૃત્રિમ ઉપગ્રહો ,તારાઓ વગેરે અસંખ્ય અવકાશી પદાર્થો ફરી રહ્યા છે જે ક્યારેક નરી આંખે તો દેખાતા પણ નથી.
મિત્રો આજે હું આપને અહી એક એવી મોબાઈલ એપ વિશે વાત કરવા જઈ રહ્યો છું જે આપને આકાશ દર્શન ઉપરાંત બીજી અનેક રીતે ઉપયોગી થશે.આ એપ માં નીચેની બાબતો આપ સરળતા થી જાણી શકશો

1-દરેક તારાઓ ની માહિતી અને આપ જે જગ્યા પર હોય ત્યાં નું આકાશ દર્શન 
2-દરેક નક્ષત્રો વિષે માહિતી 
3-દરેક રાશીઓ વિશે માહિતી 
4-દરેક કુદરતી ગ્રહો અને ઉપગ્રહો વિષે માહિતી 
5-દરેક કૃત્રિમ ઉપગ્રહો કે જે હાલ આપની માથે ના આકાશમાં ભમી રહ્યા છે 
6-ઉપગ્રહોનું લોકેશન તેમજ મેપ માં તેની પરિભ્રમણ કક્ષા 
7-ક્યાં દિવસે કયો ઉપગ્રહ આપની માથે ના આકાશ પરથી પસાર થવાનો છે તેની માહિતી 
8-ઈરીડીયમ ગ્રહો ની ફ્લેમ 
9-ISS -ઇન્ટર નેશનલ સ્પેશ સ્ટેશન નું કરંટ લોકેશન 
10-હબલ સ્પેશ ટેલીસ્કોપ નું લોકેશન
11-જયારે કોઈ ગ્રહ તમારા માથા પરના આકાશ માંથી પસાર થવાનો હોય ત્યારે મોબાઈલમાં નોટીફીકેશન પણ મેળવો  

મિત્રો આ ઉપરાંત પણ બીજું ઘણું બધું જરૂરી જ્ઞાન આપને આ એપ દ્વારા મળશે બસ એક વાર આપના મોબાઈલ માં આ એપ ડાઉનલોડ કરી લો અને પછી તેને ઓપન કરી આપની માથા પરના આકાશ તરફ મોબાઈલ ના કેમેરા ને રાખો એટલે કામ પૂરું.આકાશ દર્શન ની તમામ માહિતી તમારા હાથમાં!!!!

આ એપને ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો


Share:
વધુ વાંચો