વિજ્ઞાન ધોરણ-૬ પાઠ-૧ " ચુંબક" ની ડિઝિટલ આવૃતિ

નમસ્કાર 
મિત્રો આજ રોજ અહિ વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ-૬ નુ પ્રથમ પ્રકરણ " ચુંબક" ની ડિઝિટલ આવૃતિ મુકી રહ્યો છુ. મિત્રો આ એક પીડીએફ ફાઇલ જ છે પણ તે સામાન્ય પીડીએફ ફાઇલ નથી. તેમા નીચે મુજબની ખાસ વિશિષ્ટતા છે. આ ફાઇલમા ઘણી જગ્યાએ જુદા જુદા સિમ્બોલ મુકવામા આવ્યા છે. જેમા લેખન, વિડિયો તેમજ વિચારો વગેરે જેવા સિમ્બોલ છે. આ માત્ર સિમ્બોલ જ નથી પણ જે તે સિમ્બોલ પર ક્લિક કરવાથી તેને લગતી માહિતિ નવા પાના પર ખુલે છે. જેમ કે પાઠમા કોઇ પ્રવૃતિ આવતી હોય અને ત્યા વિડિયોનો સિમ્બોલ હોય અને તમે તે સિમ્બોલ પર ક્લિક કરશો એટલે નવા પેજ પર યુટ્યુબ પર તે પ્રવૃતિનો વિડિયો ખુલશે. આ ઉપરાંત જો કોઇ પ્રવૃતિમા કોઇ અવલોકન કરવાની વાત હોય અને શુ અવલોકન આવે છે તે બાળક વિચારે અને તેણે વિચરેલુ સાચુ છે કે ખોટુ તે ચેક કરવા માટે ફાઇલમા જે તે સિમ્બોલ પર ક્લિક કરતા જે તે અવલોકનનો સાચો જવાબ નવા પેજ પર ખુલે છે. તો મિત્રો અહિ આ ફાઇલમા વાપરવામા આવેલા સિમ્બોલ વિશે સૌ પ્રથમ માહિતિ મેળવી લઈએ. 

ક્યો સિમ્બોલ શુ કહેવા માગે છે?

મિત્રો આ ફાઇલનો ઉપયોગ આપ વર્ગખંડ કાર્ય દરમિયાન કરી શકો છો તેમજ બાળક પોતે પોતાની રીતે આખા પ્રકરણ વિશે માહિતિ મેળવી શકે છે. 

તો આ ડિઝિટલ પ્રકરણની ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

આપના અમુલ્ય મંતવ્યો આ નંબર ૯૯૯૮૧૯૦૬૬૨ પર વોટ્સએપથી જરુર આપજો.......... 
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો